મોરબીના જાંબુડીયા પાસે હિટ એન્ડ રન : વૃધ્ધાનું કમકમાટીભર્યું મોત

- text


મોરબી : મોરબીના જાંબુડીયા પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રક હડફેટે એક વૃધ્ધાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા પાસે હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા વૃધ્ધાને કોઈ ટ્રકે હડફેટે લેતા ઘટના સ્થળે જ વૃધ્ધાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વૃધ્ધાને હડફેટે લઈને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text