મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબે પોલીસ મથકે ફ્રેન્ડશીપ ડે ઉજવ્યો

- text


મોરબી : મોરબીની લાયોનેસ ક્લબે પોલીસ મથકે પ્રજાના રક્ષક ગણાતા પોલીસ કર્મીઓ સાથે ફ્રેન્ડશીપ ડે ઉજવ્યો હતો. કલબના સભ્યોએ તમામ પોલીસ કર્મીઓને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યો હતો.

- text

આજે ફ્રેન્ડશીપ ડે છે. ત્યારે મોરબીની લાયોનેસ ક્લબે ફ્રેડશીપ ડેની ઉજવણી એ ડિવિઝન પોલીસ મથકે કરી હતી. લાયોનેસ કલબના મહિલા સભ્યોએ એ ડિવિઝનના પીઆઇ ચૌધરી, મહિલા પીએસઆઇ ગોંડલીયા, પીએસઆઇ શુક્લ સહિતના સમગ્ર પોલીસ સ્ટાફને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધ્યો હતો. આ પ્રસંગે સમગ્ર પોલીસ સ્ટાફે પણ તેઓ પ્રજાના મિત્ર હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

- text