મોરબીના મહેન્દ્રનગરમાં સગીરાની છેડતી કરનાર બે શખ્સોનું પોલીસે સરઘસ કાઢ્યું

બન્ને આરોપીઓની જ્યા બેઠક હતી તે સ્થળે જાહેરમાં માફી મંગાવી

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં બે શખ્સોએ ગૌ સેવકની સગીર વયની દીકરી સાથે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.જેના આધારે બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓને પકડી પાડીને તેઓનું સરઘસ કાઢ્યું હતું અને બન્ને આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે ગૌ સેવકની સગીર વયની દીકરી બજારમાં નાસ્તો લેવા ગઈ હતી ત્યારે રજત ઉર્ફે રાજો ઉર્ફે કાનો હસમુખ પટેલ, કુલદીપ જગદીશ વ્યાસ સહિતના 3 શખ્સો દ્વારા છેડતી કરવામાં આવી હતી. બન્ને શખ્સોએ હનુમંત એપાર્ટમેન્ટ પાસે સગીર વયની બાળકીને બસમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. ગૌ રક્ષકની દિકરી સાથે બનેલા આ બનાવથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. અને આ મામલે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઇ હતી.

બનાવ સંદર્ભે બી ડિવિઝનના પીઆઇ આર.કે. ઝાલા અને પીએસઆઇ એ.બી.જાડેજા સહિતની ટીમે રજત ઉર્ફે રાજો ઉર્ફે કાનો હસમુખ પટેલ, કુલદીપ જગદીશ વ્યાસ બન્ને આરોપીઓને પકડી પાડ્યા હતા. બાદમાં બન્ને આરોપીઓની જ્યા બેઠક હતી ત્યાં લઈ જઈને જાહેરમાં તેમની પાસે માફી મંગાવી હતી અને બન્ને આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું.