મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ : પ્રથમ દિને નૃત્ય વિભાગની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

- text


૨૬૭ સ્પર્ધકોએ ભાગ લઈને પોતાની નૃત્ય કલાના કામણ પાથર્યા : કલામહાકુંભમાં આયોજનનો અભાવ ઉડીને આંખે વળગ્યો

મોરબી : મોરબીમાં આજે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો રંગારંગ પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ કલાકુંભમાં આજે પ્રથમ દિવસે નૃત્ય વિભાગની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ૨૬૭ સ્પર્ધકોએ ભાગ લઈને પોતાની નૃત્ય કલાના કામણ પાથર્યા હતા.

મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓમાં તાલુકા કક્ષાનો કલામહાકુંભ સંપન્ન થતા રમત ગમત અધિકારી કચેરી દ્વારા આજથી જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના રવાપર ધુનડા રોડ પરની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ત્રી દિવસીય કલા મહાકુંભનો પ્રારંભ થયો છે. આ કલા મહાકુંભમાં ભાગ લેવા માટે નાનાથી માંડીને મોટા કુલ ૩ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

- text

આજે પ્રથમ દિવસે નૃત્ય વિભાગમાં લોક નૃત્ય, રસ ગરબા, ભરત નાટ્યમ, કથ્થક, ઓડિસી, કુંચીપુડી, મણિપુરી સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં ૨૬૭ સ્પર્ધકોએ ભાગ લઈને પોતાની કલાના કામણ પાથર્યા હતાં. આવતીકાલે વાદન વિભાગની સ્પર્ધાઓ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાના આવડા મોટા કલામહાકુંભમાં આયોજનનો અભાવ આંખે ઉડીને વળગે તેવો હતો.

કલેક્ટર, ડીડીઓ અને એસપી સહિતના અધિકારીઓ હાજર ન રહેતા ઉદ્દઘાટનની ઔપચારિકતા વગર જ કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો હતો. સ્પર્ધકોને પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય સ્ટેજ પણ મળ્યું ન હતું.

- text