મોરબી જિલ્લામાં મહિલા સંચાલિત મયુર ડેરીએ પશુપાલકોને આપ્યો રૂ. ૩૯નો ભાવફેર

- text


સૌથી વધુ દૂધ જમા કરાવનાર પ્રથમ ત્રણને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત

મોરબી : મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (મયુરડેરી)ની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં માયુરડેરીએ પશુપાલકોને રૂ. ૩૯નો ભાવફેર આપ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં આ ભાવફેર સૌથી વધુ હોવાનો દાવો પણ કરાયો હતો. ઉપરાંત સૌથી વધુ દૂધ જમા કરાવનારને પ્રોત્સાહક ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (મયુરડેરી)ની સાધારણ સભામાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગન વડાવિયા, મયુર ડેરીના ચેરમેન હંસાબેન વડાવીયા, જિલ્લા રજીસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ મહિલા સંચાલિત મયુર ડેરી તા. ૧૧/૫/૨૦૧૬માં ૯૫ મંડળીથી શરૂ થઈ હતી. આજે મોરબી, માળીયા, વાંકાનેર, ટંકારાની ૧૮૪ મંડળીઓ દૂધ આપે છે. દરરોજ મયુર ડેરીમાં એક લાખ લીટર દૂધ આવે છે.

- text

આ તકે વાઘજીભાઈ બોડાએ જણાવ્યું કે પશુપાલન સમાજ તો આર્થિક પાયો છે. તેને મજબૂત કરવા સહયોગ આપવો જોઈએ. જ્યારે મગન વડાવીયાએ જાહેરાત કરી હતી કે જિલ્લામાં સૌથી વધુ દૂધ જમા કરાવશે તેને રોકડ ઇનામ આપવામાં આવશે. પ્રથમને રૂ. ૫૦ હજાર, બીજાને ૩૦ હજાર અને ત્રીજાને રૂ. ૨૦ હજાર પુરસ્કાર રૂપે આપવામાં આવશે.

વધૂમાં એમડી પ્રાણજીવનભાઈ કુંડારિયાએ જણાવ્યું કે દૂધમાં ભેળસેળનો પગપેસારો થાય છે. પરંતુ આ દૂધ મંડળીમાં ભેળસેળ ચલાવી લેવામાં આવશે નહિ. જો દૂધમાં ભેળસેળ સામે આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

- text