મોરબીમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ૧૭૩૦ વૃક્ષોનું વાવેતર

- text


એસપી જયપાલસિંગ રાઠોડ દ્વારા યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

મોરબી : મોરબીના મકનસરમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે એસપી જયપાલસિંગ રાઠોડ દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ ૧૭૩૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના મકનસર ગામે આવેલા હેડક્વાર્ટર ખાતે આજે એસપી જયપાલસિંગ રાઠોડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હેડક્વાર્ટર ખાતે આમળા, કરંજ, ગોરસ આંબલી, ગુલમહોર, જાંબુ, લિમડા, પામ, સરગવો, ઉમરો, ટીકોમા, શરૂ, ખાટી આમલી અને બોગન વેલ સહિતના કુલ ૧૭૩૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

- text