એનએમસી બીલથી માત્ર ધનિકોને જ ફાયદો

- text


મોરબીના સામાજિક કાર્યકરે વડાપ્રધાનને પત્ર પાઠવ્યો

મોરબી : આજે સમગ્ર રાજ્યના તબીબો એનએમસી બિલના વિરોધમાં વધુ એક વખત પોતાના દવાખાના બંધ રાખી સરકારની નીતિનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકર નિર્મિત કકકડે આ સંદર્ભે વડાપ્રધાન મોદીને પત્ર પાઠવી એનએમસી બિલ લાગુ પડવાથી માત્ર ધનિકોને જ ફાયદો થાય તેમ હોવાનું જણાવી આ બિલ પસાર ન કરવા માંગણી ઉઠાવી છે.

મોરબીની જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલ સામાજિક કાર્યકર નિર્મિત કકકડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને
એન.એમ.સી. બીલ ના વિરોધ મા તબિબોની હળતાલ બાબતે વિગતવાર જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મેડીકલ ક્ષેત્રે એન.એમ.સી. બીલ પાસ કરવા ની વિચારણા કરી રહી છે તેવા સમાચારો પ્રસિધ્ધ થઈ રહ્યા છે ત્યારે આજ રોજ ગુજરાત રાજ્ય ના તબિબો એક દીવસ પોતાની રૂટીન ઓ.પી.ડી. બંધ રાખી પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ૨૦૧૪ મા લોકો એ આપને તેમજ આપની પાર્ટી ને ભરપુર મત આપી જીતાડ્યા હતા અને કેન્દ્ર મા આપના નેતૃત્વ વાળી સરકાર આવી હતી. દેશ ની પ્રજા ને આપના પર ઘણી બધી આશાઓ હતી લોકો ‘અચ્છે દીન’ ના સ્વપ્ન જોઈ રહ્યા હતા પરંતુ આ બીલ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે બુરે દીન આવશે તેવુ તબિબો નુ માનવુ છે.

વધુમાં આપના કાર્યકાળ દરમિયાન ઘણા બધા આંદોલનો દેશ મા થયા છે ત્યારે વધુ એક વખત પ્રચંડ વિરોધ નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતી નુ નિર્માણ થવા જઈ રહ્યુ છે. વિવિધ મોરચે આપની સરકાર દ્વારા કેટલી અને કઈ કઈ કામગીરીઓ થઈ એ બાબત થી આપ માહીતગાર છો. ૨૦૧૪ ના આપના ચૂંટણી ઢંઢેરા ના દર્શાવેલ દરેક બાબતો ની દીશા મા આપની સરકારે કેટલી કામગીરી કરી તે દેશ ની પ્રજા જાણે જ છે.

- text

એન.એમ.સી. બિલ દ્વારા માત્ર ધનિક વર્ગ ના જ વિદ્યાર્થીઓ ડોક્ટર બની શકશે તેવુ તબીબો નુ માનવુ છે. ગરીબ વિદ્યાર્થીઓ ડોક્ટર બની શકશે નહી. તો આપની સરકાર ગરીબો ના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે કે માત્ર ધનિકો ના ? એક બાજુ ફી નિર્ધારણ ના કાયદા દ્વારા સરકાર ખાનગી શાળા સંચાલકો સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા મેડીકલ અભ્યાસક્રમ મા ફી વધારનાર કાયદો પસાર કરવા ના પ્રયત્નો થઈ રહ્યા છે શુ આ યોગ્ય છે ?

આ રજુઆત સાથે મારી આપને વિનંતી છે કે ૨૦૧૯ મા લોકસભા ચૂંટણી આવતી હોય આ બીલ ને શક્ય હોય તો મુલત્વી રાખવુ અથવા ફરી વિચારણા કરવી. તાજેતર મા ટ્રાન્સપોર્ટર્સ ની હળતાલ સામે આપની સરકાર ને જુકવુ પડ્યુ છે ત્યારે બીજી વખત તબિબો સામે નીચુ જોવા જેવુ ન થાય તેનુ ધ્યાન રાખવુ અનિવાર્ય છે. તબિબો ને આધુનિક સમય મા ભગવાન માનવા મા આવે છે. તેઓ કોઈ પણ જીવલેણ બિમારી નો ઈલાજ કરી લોકો ને સ્વાસ્થ્ય તેમજ નવજીવન બક્ષે છે. આપણા દેશ ના ઘણા તબિબો આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા આપે છે ત્યારે જો આ તબિબો ને જ આંદોલન કરવુ પડે તે બાબત શરમજનક છે.

આપને વિનંતી સહ જણાવવા નુ ૨૦૧૯ મા માત્ર હીન્દુત્વ ના મુદ્ે દેશ ની પ્રજા મત નહી આપે. લોકો મા જાગૃતિ આવી છે. સમાજ ના વિવિધ વર્ગ ના લોકો પોતાની સુખાકારી મા કેટલે અંશે સુધારો થયો તેને આધારે મત આપશે. જો આપ સમાજ ના ગરીબ તેમજ પછાત વર્ગ ના ઉત્કર્ષ મા સફળ થયા હશો તો આપને અવશ્ય મત મળશે. વિકાસ ની રાજનિતી થાય તે દેશ ના ભવિષ્ય માટે સારૂ હોવાનું અંતમાં જણાવ્યું હતું.

- text