મોરબી જિલ્લાના ત્રણ શિક્ષકોને ભાઈ ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત

- text


પોરબંદરના સાંદિપની વિદ્યાનિકેતનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ત્રણેય શિક્ષકોને એવોર્ડ અર્પણ કરાયો

મોરબી :પોરબંદર ખાતે આવેલ સાંદિપની વિદ્યાનિકેતનમાં મોરબી જિલ્લાના ત્રણ શિક્ષકોને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ગુરુ ગૌરવ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.

- text

ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર ખાતે રમેશભાઈ ઓઝા દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર શિક્ષકોનું “ગુરુ ગૌરવ એવોર્ડ” થી સન્માન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે મોરબી જિલ્લા માથી ત્રણ શિક્ષકોને આ એવોર્ડનું ગૌરવ મળેલ છે. જેમાં રત્નમણિ પ્રાથમિક શાળા – મોટીબરાર ના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા, જબલપુર પ્રાથમિક શાળાના શિક્ષક પરેશભાઈ સદાતીયા અને વી.સી. હાઇસ્કૂલ મોરબી ના શિક્ષક અમિતભાઈ તન્ના ને રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે ગુરુ ગૌરવ એવોર્ડ નું સન્માન મળ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પદ્મશ્રી અનિલભાઈ ગુપ્તા, બાબુભાઈ બોખીરીયા, ગિજુભાઈ ભરાડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text