માળીયાના બગસરામાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


માળીયા : માળીયા પોલીસે બગસરા ગામેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના બગસરા ગામે એક શખ્સ વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળતા પીએસઆઇ જે.ડી.ઝાલાની ટીમે વોચ ગોઠવતા ગામના પાદરમાં એક શખ્સ વિદેશી દારૂની જુદી – જુદી બ્રાન્ડની ૧૫ બોટલ કિંમત રૂ.૪૫૦૦ અને ૨૪ નંગ બિયર ટીન કિંમત રૂપિયા ૨૪૦૦ કુલ રૂપિયા ૬૯૦૦ સાથે સાગરભાઈ રામૈયાભાઈ સવસેટા નામનો આરોપી ઝડપાઇ ગયો હતો.

- text

પોલીસની આ સફળ કામગીરી ભરતભાઇ જિલરીયા, શક્તિસિંહ જાડેજા, ખાલીદખાન રસિદખાન, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, મહિપતસિંહ હરિસિંહ, તથા જયરાજસિંહ વનરાજસિંહે કરી હતી.

- text