મોરબી પાલિકા દ્વારા ૧૮૬૪ ફેરિયાઓને ઓળખકાર્ડનું વિતરણ

- text


પાલિકા ફેરિયાઓ માટે હોકર્સ ઝોન બનાવશે તેવી ચીફ ઓફિસરની જાહેરાત

મોરબી : મોરબી પાલિકા દ્વારા શહેરમાં જુદી-જુદી છૂટક વસ્તુઓનું લારીમાં કે અન્ય રીતે વેચાણ કરતા ૧૮૬૪ ફેરિયાઓને ઓળખકાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત ફેરિયાઓ માટે ભવિષ્યમાં હોકર્સ ઝોન બનાવવામાં આવશે તેવી જાહેરાત ચીફ ઓફિસરે કરી છે.

મોરબી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં શાકભાજી કપડાં સહિતની જુદી-જુદી વસ્તુઓ નું લારીમાં કે પાથરણાં ઉપર બેસીને વેચાણ કરતા ફેરિયાઓને ઓળખકાર્ડ કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અગાઉ ફેરિયાઓને ઓળખકાર્ડ આપવા માટે ગાંધીનગર ટીમે શહેરમાં ફરીને સર્વે કર્યો હતો જેમાં ૨૬૪ ફેરિયા હોવાની વિગતો બહાર આવી હતી ત્યારે આજે પાલિકા તંત્ર દ્વારા દિન દયાલ મિશન અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ૧૮૬૪ ફેરિયાઓને ઓળખ કાર્ડ આપવાનું શરૂ કરાયું છે. ઓળખકાર્ડનું વિતરણ સાત દિવસ સુધી ચાલશે.

- text

ઓળખકાર્ડમાં ફેરિયાનું વેચાણનુ સ્થળ, ઘરનું સરનામુ, કયા પ્રકારનો ધંધો, મોબાઈલ નંબર અને ફોટો સહિતની પ્રાથમિક વિગતોનો સમાવેશ કરાયો છે.આ અંગે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે ફેરિયાઓને પોતાની ઓળખ મળે તે માટે તેમને ઓળખ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત ભવિષ્યમાં ફેરિયાઓની યાદી બનાવીને તેમના માટે હોકર્સ ઝોન બનાવવામાં આવશે.

 

- text