મોરબી માર્કેટિંગ યાર્ડમાં દોઢ માસમાં ૧,૦૪,૭૮૮ કવીન્ટલ ઘઉંની આવક

- text


વાવેતર ઓછુ થયું હોવાથી ગત વર્ષ કરતા ઘઉંની આવક ઘટી : છેલ્લા ૧૦ દિવસમાં દરરોજ ૨થી ૩ હજાર કવીન્ટલ ઘઉંની આવક

મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા દોઢ માસમાં ૧૦૪૭૮૮ કવીન્ટલ ઘઉંની આવક થઇ છે જ્યારે દસ દિવસમાં ઘઉંની આવકમાં સરેરાશ વધારો જોવા મળી રહ્યો છે જોકે ઘઉંનું ઉત્પાદન ઓછું થતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંની આવક ઓછી થઈ છે.

મોરબી માર્કેટીંગયાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ રવિપાકમાં ઘણું ઓછું વાવેતર થયું છે ખાસ કરીને આ વખતે ઘઉંના વાવેતરમાં સિંચાઈનો પ્રશ્ન નડી ગયો છે ઘઉંના ઓછા વાવેતરને લીધે માર્કેટિંગયાર્ડમાં ઓછી આવક થઈ છે નહિતર ઘઉંની વિપુલ પ્રમાણમાં આવક થાય છે .આ વખતે તારીખ ૨૩ ફેબ્રુઆરીથી ઘઉ ની આવક શરૂ થવા માંડી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં ૧૦૪૭૮૮ ક્વીન્ટલની આવક થઇ છે જ્યારે છેલ્લા દસ દિવસમાં ઘઉ ની આવક વધી છે.

- text

છેલ્લાં બે દિવસમાં ઘઉંની આવક જોઈએ તો તા. ૨ એપ્રિલે ૩૩૬૪ કવીન્ટલ ઘઉંની આવક અને આજે તા.૩ એપ્રિલના રોજ ૨૦૭૫ કવીન્ટલ ઘઉંની આવક થઇ છે જોકે આજ રોજ ઘઉં ની આવક ઘટી છે પરંતુ છેલ્લા દસ દિવસમાં ઘઉંની આવક સરેરાશ ૨ હજાર થી ૩ હજારની આસપાસ રહી છે અને ઘઉંનો મણદીઠ ભાવ સૌથી ઊંચો રૂ.૪૪૬ અને સૌથી નીચો રૂ.૨૮૦ રહ્યો છે.હજી દસથી બાર દિવસ સુધી ઘઉંની આવક ચાલુ રહેશે.

- text