વર્ષમાં રૂ.3240 કરોડની વીજળી મોરબી જિલ્લો વાપરી નાખે છે

- text


સમગ્ર રાજ્યમાં વીજ વપરાશમાં મોરબી જિલ્લો મોખરે : દર મહિને રૂ.૨૭૦ કરોડની વીજળી વપરાય છે મોરબી જિલ્લામાં

મોરબી : જાણીને આશ્ચર્ય થશે ! સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વપરાશ સિરામિક સીટી મોરબીમાં થાય છે મોરબી જિલ્લામાં દર મહીને સરેરાશ ૪૫ કરોડ વિજ યુનિટનો વપરાશ થાય છે અને વીજબિલ પેટે રૂપિયા ૨૭૦ કરોડની વસુલાત મોરબીનું વિજતંત્ર કરે છે, જયારે એક વર્ષમાં રૂ. 3240 કરોડની વીજળી મોરબી જિલ્લો વાપરી નાખે છે. આ સંજોગોમાં લોકો વીજ બચત કરે તે માટે મોરબીમાં વીજળી બચાવવા અંગે ખાસ સેમિનાર યોજાયો હતો.

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વીજ વપરાશ કરતા મોરબી જિલ્લામાં સામાન્ય નાગરિક થી લઈ ઉદ્યોગકારો અને ખેડૂતો પરંપરાગત ઉર્જા સ્ત્રોત, ઓછા વિજભાર વાળા ફાઈવ સ્ટાર વીજ ઉપકરણો અને એલઇડી બલ્બ સહિતના ઉપકરણોના ઉપયોગ કરી વીજળીની બચત કરવા પ્રેરાય તે હેતુ થી મોરબીમાં આજે વિજ બચત સેમિનાર યોજાયો હતો જેમાં અધિક કલેકટર કેતન જોશી,ચેમ્બર પ્રમુખ બેચરભાઈ હોથી, સિવિલ અધિક્ષક દુધરેજીયા, ક્લોક એસોસિએશન પ્રમુખ શશાંકભાઈ દંગી, પીજીવીસીએલના ડી.એમ.ભલાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વીજ બચત અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા.

- text

અત્રેના પ્રસંગ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પીજીવીસીએલના ડી.એમ.ભલાણીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વીજ વપરાશ કરતો જિલ્લો છે, દર મહિને ૪૫ હજાર યુનિટના વપરાશ થકી ૨૭૦ કરોડનો વીજ વપરાશ થાય છે. જયારે વર્ષમાં રૂ. 3240 કરોડની વીજળી મોરબી જિલ્લો વાપરી નાખે છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે લોકો પોતાના ઘેર એલઇડી લાઈટ, ફાઈવસ્ટાર રેટિંગ પંખા, એ.સી.જેવા ઉપકરણો વાપરવાની સાથે પરંપરાગત ઉર્જા સ્ત્રોત એવા સોલાર ઉર્જાનો ઉપયોગ કરી વિજબચત કરી શકતા હોવાની બાબત પર ભાર મુક્યો હતો.

આ ઉપરાંત સંજયરાજ કોલેજ રાજકોટના પ્રોફેસર કમલેશ સાંગણીએ ખેતીવાડી, ઉદ્યોગો અને કોમર્શિયલ વપરાશમાં વીજ બચત પર ભાર મુક્યો હતો.

આમ, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વીજળી વાપરતા મોરબી જિલ્લામાં વીજ બચત અંગે સેમિનાર યોજી વિજતંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- text