મોરબીમાં રક્ષક ખુદ ભક્ષક બન્યા : બ્રિજેશ મેરજા

- text


રાહદારીને જાહેરમા ઢોર માર મારવાના બનાવમાં તટસ્થ તપાસ કરી જવાબદાર પોલીસ કર્મી સામે પગલાં ભરવા જિલ્લા પોલીસવડાને રજુઆત કરતા ધારાસભ્ય

મોરબી : મોરબીમાં બે દિવસ પૂર્વે રવાપર રોડ પર રાહદારીને જાહેરમાં ઢોર માર મારવા પ્રકરણમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા પોલીસવડાને રજુઆત કરી રક્ષક ખુદ ભક્ષક બન્યાનો આરોપ લગાવી આ પ્રકરણમાં તટસ્થ તપાસ કરી તાકીદે જવાબદાર પોલીસકર્મી વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરી છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જિલ્લા પોલીસવડાને રજુઆત કરતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા જાહેરમાં ઢોર માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થયેલ છે જે જોતા એક વ્યક્તિ પર અનેક પોલીસ કર્મીઓ જાહેરમાં બાલ પ્રયોગ કરતા દેખાય છે એ જોતાં રક્ષક ભક્ષક બન્યાનું ખૂબ જ વરવું પ્રદર્શન પોલીસે કર્યું હોવાનું પ્રતિત થાય છે. જે નીંદાને પાત્ર છે.

- text

કોઈ પણ ગુન્હામાં જો કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલ હોય તો પોલીસ દ્વારા પૂછપરછ અને ઠપકો અપાય તો તેમાં વાંધો ન હોય શકે પરંતુ આ રીતે જાહેરમાં સામાન્ય બાબતે પોલીસ બળપ્રયોગ કરે છે અને એક વ્યક્તિ ઉપર પોલીસ તૂટી પડે છે તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર મોરબીમાં પડ્યા છે.

જેથી આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરી આ ઘટનામાં સંકળાયેલ પોલીસ સામે જરૂરી કાર્યવાહી કરવા લોક લાગણીને ધ્યાને લેવા રજુઆત કરવામાં આવી છે.

- text