મોરબીના રાજકીય આગેવાનોએ હાર્દીક પટેલ સાથે મુલાકાત કરી

- text


મોરબી : આજ રોજ મોરબી ના રાજકીય આગેવાનો ગીરીશ ભાઈ ઘેલાણી, મહેશ ભાઈ રાજ્યગુરૂ, ચંદ્રવદન ભાઈ પુજારા, હરીલાલ દસાડીયા સહીત ના ઓ એ અમદાવાદ મુકામે પાટીદાર અનામત આંદોલન સમિતી ના સુપ્રીમો હાર્દીક પટેલ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમય મા હાર્દીક પટેલ દ્વારા ફરી થી આંદોલન ને વેગવંતુ બનાવવા નુ જાહેર કરવા મા આવ્યુ છે ત્યારે પાટીદાર આંદોલનનુ એ.પી. સેન્ટર ગણાતા મોરબી જીલ્લા ના આગેવાનો એ કરેલી આજ ની મુલાકાત સુચક માનવા મા આવી રહી છે. મુલાકાત કરનાર તમામ આગેવાનો મોરબી નગર પાલીકા મા રચાયેલ વિકાસ સમિતી ના પ્રણેતા છે તેથી આગામી સમય મા મોરબી ના સ્થાનીક રાજકારણ મા ઉથલ પાથલ થવાની પ્રબળ શક્યતાઓ સેવાય રહી છે. મુલાકાત અંગે આગેવાનો એ આ માત્ર શુભેચ્છા મુલાકાત છે તેવુ જણાવ્યુ છે.

- text

- text