વાહ મોરબી પોલીસ ! ચોરાયેલા વાહન રાજકોટમાં પકડાયા બાદ ફરિયાદ નોંધી !!

- text


વાહન ચોરી અને ઘરફોડી લૂંટ જેવા ગંભીર ગુન્હાઓ ડિટેકટ થયા બાદ જ ફરિયાદ નોંધવાનો મોરબી પોલીસનો રવૈયો આશ્ચર્ય જનક

મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ડિયન પીનલ કોડની કલમોની જોગવાઈ મુજબ નહીં પરંતુ પોલીસની મનસૂફી મુજબ ગુન્હાઓ પોલીસ રજીસ્ટર્ડ કરે છે એ પાછળનું કારણ ક્રાઇમરેટ નીચો દેખાડવાનું મનાઈ રહ્યું છે. ત્યારે ગઈકાલે રાજકોટ પોલીસે ચોરીના ગુન્હામાં ઝડપેલાં બે વાહનો અંગે ફટાફટ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હા રજીસ્ટર્ડ કરી લીધા છે !

મોરબીમાં મોબાઈલ ચોરીની ઘટના હોય કે ચિલ ઝડપ કે પછી વાહન ચોરી હોય કે ઘરફોડ ચોરીની ઘટના હોય મોરબી જિલ્લા પોલીસની બાહોશ ટીમ આવી ઘટનાઓમાં પહેલા આરોપીઓને અને મુદામાલને કબ્જે કરી લે છે અને પછી ફરિયાદ લઈ ચપટી વગાડતા જ ગુન્હેગાર ને ઝડપી લઈ ગુન્હાનું ડિટેક્શન કરી નાંખે છે, મોરબી પોલીસની કામ કરવાની નવી સ્ટાઈલને કારણે વાહનચોરી, ઘરફોડી કે મોબાઈલ ચોરી જેવી ફરિયાદ નોંધાય એટલે તુરત જ સમજી લેવાનું કે આરોપી ૨૪ કલાક માં પોલીસના હાથમાં ઝડપાઇ જશે.

- text

ગઈકાલે રાજકોટ પોલીસે તસ્કરોને પકડતા મોરબીમાંથી ચોરાયેલ હોન્ડા અને છકડો રીક્ષા કબ્જે લેતા તુરત જ મોરબીની બહાદુર પોલીસે સુંદર કામગીરી બતાવવા માટે હીરોહોન્ડા માલિક નાગરભાઈ લવજીભાઈ રાઠોડ અને છકડો રીક્ષા માલિક મહેમુદભાઈ જાનમહમદભાઈ નકુમની ફરિયાદ દાખલ કરી છે. જો કે આરોપીઓ રાજકોટમાં ઝડપાઇ ગયા છે પરંતુ પોલીસે આરોપીઓ નામ નમૂદ વગરના બતાવી અજાણ્યા ઈસમો સામે ગુન્હો દાખલ કર્યો છે.

- text