હળવદના કવાડિયા ગામની સીમમાંથી ૨૨૮ બોટલ ઈંગ્લીશ દારૂ પકડાયો

- text


હળવદ : હળવદમાં ગઈકાલે પોલીસે સપાટો બોલાવી દારૂ જુગારની પ્રવૃત્તિ ઉપર ધોસ બોલાવી હતી જેમાં વાંદરકી ગામની સીમમાંથી ઘોડી પાસાની કલબ પકડી લેવાની સાથે સાથે કવાડિયા ગામની સીમમાંથી ૨૨૮ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લેવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમની વાડીમાં આરોપી ચેતન જગદીશ મિસ્ત્રી અને સમરત ઘનશ્યામભાઈ કોળીએ વાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા હળવદ પોલીસ ત્રાટકી હતી અને ૨૨૮ નંગ વિદેશીદારૂ કિ.૭૧૪૦૦ રૂપિયા ઝડપી લઈ આરોપી ચેતનને ઝડપી લીધો હતો.

- text

આ મામલે હળવદ પીએસઆઇ સી.એચ.શુક્લ ફરિયાદી બની બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે અને નાસી છૂટેલા સમરત ઘનશ્યામને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

ફાઈલ ફોટો

- text