હળવડમાં ઘોડીપાસાની જુગાર કલબ ઉપર દરોડો : ૨ લાખની રોકડ સાથે ૧૧ ઝડપાયા

- text


મોરબી એલસીબીએ વાંદરકી ગામની સીમમાં ચાલતી કલબ ઉપર દરોડો પડ્યો : ૩,૩૭,૨૦૦ નો મુદામાલ જપ્ત

મોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વાંદરકી ગામની સીમમાં વાડીમાં ચાલતી ઘોડી-પાસાની જુગાર કલબ ઉપર ત્રાટકી મોરબી એલસીબીએ  રૂપિયા ૨,૦૬,૨૦૦ ની રોકડ સાથે ૧૧ શખ્સોને ઝડપી લીધા છે અને કુલ મળી રૂ.૩,૩૭,૨૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં દારૂ જુગારની બદી વ્યાપક પ્રમાણમાં ફૂલીફાલી છે ત્યારે ગતરાત્રીના મોરબી એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ સહિતના સ્ટાફે બાતમીના આધારે હળવદ તાલુકાના વાંદરકી ગામની સીમમાં ભરત ઝાલાભાઈ બાંમ્ભવાની વાડીની ઓરડીમાં ધમધમતી ઘોડીપાસાની જુગાર કલબ ઉપર દરોડો પડ્યો હતો અને જુગાર રમી રહેલા ૧૧ શખ્સોને રૂપિયા ૨,૦૬,૨૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પોલીસે ઘટના સ્થળેથી વાડી માલિક અને જુગાર કલબ ચલાવનાર ભરત ઝાલાભાઈ બાંમ્ભવા ઉ.૨૫ રે હળવદ, અલ્પેશ વજાભાઈ બાંમ્બવા ઉ.૨૬ રે.હળવદ, એજાજ ઉમરભાઈ લોલડીયા ઉ.૨૨ રે.હળવદ, રમેશ ચંદુભાઈ સુરેલા રે.હળવદ, કાનજી સોમાભાઈ સુરેલા ઉ.૩૨ રે.હળવદ, શાહિદ અલલરખા રે.હળવદ, વિશાલ પ્રવીણભાઈ બાબરીયા, રામજી ઝાલાભાઈ સોરીયા, રમેશ સોનગરભાઈ ગોસાઈ, અશોક રણછોડભાઈ મૂંધવા અને વેરશી ઘનશ્યામભાઈ લખતરિયા રે.તમામ હળવદ વાળાઓને ઝડપી લીધા હતા.

- text

વધુમાં પોલીસે જુગરકલબમાંથી ઘોડી પાસા નંગ ૬, મોટર સાયકલ નંગ ૪ અને ૧૧ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩,૩૭,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એલસીબીએ ઘોડિપાસની કલબ ઉપર દરોડો પડી એક સાથે ૧૧ શખ્સોને પકડતા આ દરોડા બાદ સ્થનિક પોલીસ ઉપર તવાઈ ઉતરે તેમ હોવાનું મનાય રહ્યું છે.

 

 

- text