૧ લી જાન્યુઆરીએ મોરબીમાં યોજાશે જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા

- text


જિલ્લા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન

મોરબી : મોરબીમાં આગામી તા.૧ લી જાન્યુઆરીના રોજ ૭ થી ૧૩ વર્ષના બાળકો માટે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

જિલ્લા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા મોરબીની ન્યુએરા સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરાયું છે એ સ્પર્ધા માં જુદા-જુદા ત્રણ વિભાગો રાખવામાં આવ્યા છે જેમાં ૭ થી ૧૦ વર્ષ, ૧૦ થી ૧૩ વર્ષ અને ૭ થી ૧૩ વર્ષના બાળકો માટે ઓપન કેટેગરીમાં અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.

- text

આ જિલ્લા કક્ષાની બાલ પ્રતિભા શોધ સ્પર્ધામાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સર્જનાત્મક કારીગીરી, ચિત્રકલા, લગ્નગીત, લોકવાદ્ય સંગીત અને એકપાત્રિય અભિનય જેવા વિભાગો રખાયા છે.

જ્યારે ખુલ્લા વિભાગમાં દોહા- છન્દ ચોપાઈ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમૂહ નૃત્ય અને લોજનૃત્ય જેવી હરીફાઈ યોજવામાં આવી છે.

જેથી આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સમયસર ન્યુએરા સ્કૂલ રવાપર રોડ ખાતે એન્ટ્રી સાથે સવારે નવ વાગ્યે હાજર રહેવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text