જેસલમેરના રણમાં યોજાયેલ મેરેથોનમા મોરબીના ડોકટર દ્વિતીય

- text


૩૨ કિલોમીટરની તુફાન અલ્ટ્રા મેરેથોન દોડ ત્રણ કલાક ૩૪ મિનિટમાં પૂર્ણ કરી

મોરબી : મોરબીના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો.અનિલ પટેલે રાજસ્થાનના જેસલમેરના રણમાં યોજાયેલ તુફાન અલ્ટ્રા મેરેથોન દોડમાં દ્વિતીય આવી નવો કીર્તિમાન સ્થાપી મોરબી અને સમગ્ર તબીબી જગતનું ગૌરવ વધાર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ૨૩ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રાજસ્થાનના જેસલમેરના રણપ્રદેશમાં યોજાયેલ ૩૨ કિલોમીટર લાંબી તુફાન અલ્ટ્રા મેરેથોન દોડમાં મોરબીના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો.અનિલ પટેલ સહભાગી બન્યા હતા.

ડો.અનિલ પટેલે આ અતિ વિકટ કહી શકાય તેવી રણ વિસ્તારમાં ૩૨ કિલોમીટરનું અંતર કાપવાની તુફાન અલ્ટ્રા મેરેથોન દોડ ૪ કલાક અને ૩૪ મિનિટમાં દોડીને પૂર્ણ કરતા આ સ્પર્ધામાં તેમને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું હતું.

- text

ડો. અનિલ પટેલની આ સિદ્ધિને કારણે મોરબીનું ગૌરવ વધ્યું છે તેમને આ સફળતા બદલ સમગ્ર દેશ દુનિયાના તબીબી આલમ અને સગા સ્નેહીઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text