મોરબી જિલ્લાના વાંકાનેર અને માળીયા(મીં) ખાતે મતદાન જન જાગૃતી કાર્યક્રમ યોજાયા

- text


વૃધ્ધજનો અને મહિલાઓને ઇ.વી.એમ. વીવીપેટ વોટીંગ મશીનનું નિદર્શન કરી મતદાનની જાણકારી અપાઇ :વાંકાનેર સંધવી કન્યા વિધાલયની બાળાઓએ રંગોળી બનાવી મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી : ચૂંટણીપંચના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭માં મતદાનની ટકાવારી વધે તે માટે મોરબી જિલ્લામાં અનેકવિધ મતદાન જન જાગૃતિના કાર્યક્રમો ચાલી રહયા છે.
મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દવારા વાંકાનેર ખાતે આવેલા વૃધ્ધાશ્રમમાં ઇ.વી.એમ./વીવીપેટના નિદર્શનના માધ્યમથી આશ્રમવાસી મતદારોને મતદાન પ્રકિયા સમજાવી હતી. જયારે વાંકાનેર ખાતેની શ્રીમતી એલ.કે. સંધવી કન્યા વિધાલય ખાતે વિધાર્થીનીઓ દવારા મતદાન જાગૃતિ રંગોળીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આચાર્ય શ્રીમતી દર્શનાબેન, સ્વીપના પી.વી.રાઠોડ વગેરે ઉપસ્થિત રહયા હતા
જયારે મોરબી જિલ્લાના માળીયા (મી) ખાતે સફર સંસ્થા દવારા આજ તા.૨૫ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર સુધી મહિલાઓના અધિકાર માટેના સંધર્ષના પખવાડીયાની ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમની શરૂઆતના આજે પ્રથમ દિને મહિલાઓને ઇ.વી.એમ./વીવીપેટ વોંટીગ મશીનનું નિદર્શન કરી મતદાનની પ્રકિયાની જાણકારી અપાઇ હતી. સાથે સાથે તમામ ઉપસ્થિત બહેનોને ૧૦૦ ટકા મતદાન કરવાના સંકલ્પ લેવડાવાયા હતા.
આ મતદાન જન જાગૃતિ કાર્યક્રમમાં સ્વીપના મદદનીશ નોડલ ઓફીસરશ્રી પી.વી. રાઠોડ, ચૂંટણી અધિકારી કચેરીના પ્રતિનિધિશ્રી એસ.એમ ઝાલા અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

- text