મોરબીમાં રામામંડળ જોવું ૬.૪૧ લાખમાં પડ્યું

- text


ઘૂંટુ રોડ પર હરિનગરના છોટે સરદાર સોસાયટીમાં તસ્કરો મોટો હાથફેરો કરી ગયા

મોરબી: મોરબીના ઘુટુ રોડ પર આવેલ હરિનગર વિસ્તારની છોટે સરદાર સોસાયટીમાં બે ભાઈઓના પરિવારને રામામંડળ જોવા ગયો અને પાછળથી તસ્કરો ઘરમાં હાથફેરો કરી જતાબ પરિવારોને રામામંડળ જોવું ૬.૪૧ લાખમાં પડ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના ઘુટુ રોડ પર આવેલ હરિનગર વિસ્તારની છોટે સરદાર સોસાયટીમાં રહેતા જેન્તીભાઈ ખીમજીભાઈ બોરસાણા અને તેમના ભાઈનો પરિવાર તા.૨૩ ના રોજ રાત્રે રામામંડળ જોવા જતા પાછળથી તસ્કરો બંને ભાઈઓના મકાનમાં ત્રાટકયા હતા અને સોના, ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂપિયા ૬.૪૧ લાખની માલમતા ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text