ખાખરેચીમાં થર્ડ જેન્ડર મતદારોએ સન્માનભેર કર્યું મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાયું છે ત્યારે યુવા, વરિષ્ઠ નાગરિકો, બીમાર, દિવ્યાંગ તમામ મતદારોએ બાકી કામ સાઈડમાં રાખી લોકશાહીમાં પોતાની ફરજ અચૂક નિભાવી હતી. જેમાં ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલ ખાખરેચી મતદાન મથકે થર્ડ જેન્ડરના મતદારોએ પણ સન્માનભેર મતદાન કર્યું હતું.

- text