મોરબી જિલ્લાના મતદારોનો જનાદેશ ઇવીએમમાં કેદ, હવે 4 જુનની જોવાશે રાહ

- text


ઇવીએમને સિલ કરી દેવાયા, હવે તેને રિસીવિંગ સેન્ટરોમાં મોકલી બાદમાં મોડી રાત સુધીમાં સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડી દેવાશે

મોરબી : મોરબી જિલ્લાનાં મતદારોનો જનાદેશ ઇવીએમમાં કેદ થયો છે. આ ઇવીએમને પણ લોખંડી સુરક્ષા સાથે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. બાદમાં 4 જૂને તેને મત ગણતરી માટે ખોલવામાં આવશે.

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક જેમાં 65-મોરબી વિધાનસભા વિસ્તારના 295 મતદાન મથકો, 66-ટંકારા વિધાનસભા વિસ્તારના 291 મતદાન મથકો અને 67-વાંકાનેર વિધાનસભા વિસ્તારના 303 એમ જિલ્લામાં કૂલ 889 મતદાન મથકો ઉપરના ઇવીએમને ચૂંટણી સ્ટાફ દ્વારા સિલ કરી દેવામાં આવ્યા છે.

- text

હવે આ ઇવીએમને જે તે વિધાનસભા વિસ્તારના રિસીવિંગ સેન્ટર ખાતે નિયત કવર સાથે જમા કરી સ્ક્રુટીની કરવામાં આવશે. ત્યારબાદ તમામ વિધાનસભાના ઇવીએમને આજે સ્ટ્રોંગ રૂમમાં જીપીએસ સિસ્ટમથી સજ્જ વાહનમાં લઈ જવામાં આવશે. ત્યારબાદ આ સ્ટ્રોંગરૂમમાં લોખંડી બંદોબસ્ત સાથે 4 જૂન સુધી ઇવીએમને રાખવામાં આવશે. આ ઇવીએમને 4 જૂને ખોલીને મતગણતરી હાથ ધરવામાં આવશે.

- text