મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગમાર્ચ

- text


મોરબી : મોરબી જીલ્લાના સૌથી મોટો વિસ્તાર ધરાવતા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પોલીસ અધિકારીઓએ બીએસએફ જવાનો સાથે આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોમા ચુંટણી લક્ષી ફ્લેગમાર્ચ કરી હતી.

મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહીલ ,પીએસઆઈ એ.એમ.રાવલ સહીતના તાલુકા પોલીસ મથક સ્ટાફે બીએસએફ જવાનોને સાથે રાખી મોરબી જીલ્લા નુ સૌથી મોટો વિસ્તાર ધરાવતુ મોરબી તાલુકા પોલીસ મથક મા આવતા ઘુંટુ,આંદરણા,વાંકડા,ખરેડા, ઉચી માંડલ,નિચી માંડલ,જીવાપર ,ચકમપર,રાપર,અણીયારી,જેતપર,લખધીરનગર,લીલાપર,જોધપરનદી,મકનસર,
પ્રેમજીનગર સહીત 26 ગામડા વિસ્તારો મા ફ્લેગમાર્ચ કરી ચુટણી દરમ્યાન કૉઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી સાવચેતીના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજી લોકોને નિર્ભયક બની મતદાન કરવા જણાવ્યું હતું.

- text

આ તકે પીએસઆઈ એસ.એ.ગોહીલે જણાવ્યુ હતુ કે જો કોઈ પણ ઘટના બને તો મોરબી તાલુકા પોલીસ મથકને ટેલીફોનીક જાણ કરવી પોલીસ તમામ મદદ માટે તત્પર હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text