મોરબીના રંગપર બેલા મર્ડર કેસમાં મૃતકની ઓળખ મળી

મૃતક યુવાનની વિરમગામના સુરજગઢનો હોવાનું ખુલ્યું

મોરબી:મોરબીના રંગપર બેલા રોડ પર અજાણ્યા યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવા મામલે મૃતક યુવાનની ઓળખ મળી ગઈ છે.હત્યાનો ભોગ બનનાર યુવાન મૂળ વિરમગામના સૂરજગઢનો હોવાનું અને રિક્ષા ચલાવી પેટિયું રડતો હોવાનું બહાર આવ્યું છે.

ગઈકાલે મોરબીના રંગપર બેલા રોડ ઉપર વેન્ટો સીરામીક નજીક અંદાજે ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા યુવાનની ડાબા પડખામાં છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં પ્રકરણમાં પોલીસે તપાસ શરૂ કરતાં મૃતક યુવાન મૂળ વિરમગામના સુરજગઢનો વતની શૈલેશદાસ કેશવદાસ બાવાજી હોવાનું બહાર આવ્યું છે.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ શ્રી ડાભીએ જણાવ્યું હતું કે મૃતક શૈલેષદાસ બાવાજી મોરબીમાં રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો અને મૂળ સુરજગઢ વિરમ ગામનો રહેવાસી છે.

જોકે બાવાજી યુવાનની હત્યા કોને અને કયા કારણોસર કરી તે વિગતો હજુ બહાર આવી નથી એ મામલે પોલીસે હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.