મોરબીના ઘુટુ રોડ ઉપર કોલગેસ લિફ્ટમાંથી પડી જતા શ્રમિકનું મોત

મોરબી:મોરબીના જુના ધુટુ રોઽ પર આવેલ સિરામિક ફેકટરીમાં કોલગેસ ની લીફટ માં આેઇલ કરતી વેળાઅે પડી જતાં શ્રમિકનું મોત નિપજ્યુ હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ મેગા વિટરીફાઈડ નામની સિરામિક ફેકટરીમાં કામ કરતા મહેશભાઇ લક્ષ્મણભાઇ ડામોર ઉ.૨૦મુળ :ચડીયાલા જી.ડુંગરપુર ગામના શ્રમિક યુવાનનું કોલગેસ લિફ્ટમાં ઓઇલ કરતી વેળાએ પડી જતા મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.