દિવ્યાંગ બાળકોની ખુશીમાં પોતાની ખુશીઓની આહુતિ આપનાર માતા-પિતાનું સન્માન કરાશે

- text


યંગ ઇન્ડિયા ગૃપ અને શાંતિ ફિજીયોથેરાપી કલીનીક મોરબી દ્વારા વિશિષ્ટ બાળકોના માતા-પિતાના સન્માનનો કાર્યક્રમ રવિવારે યોજાશે.

વર્લ્ડ સેરેબલ પાલસી ડે ની ઉજવણી અંતર્ગત રવિવારે અનોખો કાર્યક્રમ

- text

મોરબી: સેરેબલ પાલસી એટલે કે માનસિક વિકલાંગ બાળકોને સાચવવા પાછળ જિંદગી ખર્ચી નાખતા માતા-પિતાને સન્માનવા મોરબી યંગ ઇન્ડિયા ગૃપ અને શાંતિ ફિઝિયીથેરાપી ક્લિનિક દ્વારા રવિવારે શ્રી નીલકંઠ વિધાલય
રવાપર રોડ મોરબી ખાતે અનોખો કાર્યક્રમ યીજવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ દર વર્ષે ૬ ઓક્ટોબરના દિવસે વિશ્વ સેરબલ પાલસી ડે ઉજવવામાં આવે છે,સેરેબલ પાલસી એટલે માનસિક વિકલાંગતા, બાળપણમાં કોઈ રોગનો શિકાર બન્યા બાદ અનેક બાળકો સેરેબલ પાલસીનો શિકાર થતા હોય છે ત્યારે આવા વિશિષ્ટ બાળકને સાચવવા માટે માતા પિતા દિવસ રાત્રી જોયા વગર પોતાની  જિંદગી ખર્ચી નાખતા હોય છે અને બાળકની સેવામાં જ ઈશ્વરના દર્શન કરી વિશિષ્ટ બાળકને હરહમેંશા ખુશ જોવા માટે પોતાની ખુશીઓનું બલિદાન આપે છે દરમિયાન મોરબી માં હંમેશા અનોખું અને રચનાત્મક અને વૈચારિક ક્રાંતિ માટે કાર્ય કરતુ યંગ ઇન્ડિયા ગૃપ  અને શાંતિ ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા સેરેબલ પાલસી બાળકોના માતા પિતાના સન્માનના કાર્યક્રમ માટે રવિવારે નીલકંઠ વિધાલય રવાપર રોડ મોરબી ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજ્યો છે જ્યાં વિશિષ્ટ બાળકોને ભરપૂર મનોરંજન મળે તેવી વ્યવસ્થા કરી ત્યાગ-બલિદાનની મૂર્તિ સમાંન આ વિશિષ્ટ બાળકોના માતાપિતાને અદકેરું સન્માન કરવામાં આવશે .મોરબી માં અંદાજે ૬૦ થી ૭૦ જેટલા સેરેબલ પાલસી બાળકો છે જેમના સુધી પહોંચવા બંને સંસ્થાઓ દ્વારા સેરેબલ પાલસી ડે ઉજવણી કરવા અનોખો કાર્યક્રમ ઘડી કઢાયો છે.

- text