રવિવારે હાર્દિક પટેલ મોરબીમાં : ટીકર ખાતે વિશાળ સભા

- text


ગાળામાં ચાય પે ચર્ચા કરી હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાં ગણેશ વિસર્જન બાદ જાહેરસભા:નિલેશ એરવાડિયા

મોરબી:આવતીકાલે હાર્દિક પટેલ રાજદ્રોહના આરોપસર જેલમાં ગયેલા આઠ પાટીદાર યુવાનો સાથે મોરબી આવી નિલેશ એરવાડીયાના ઘરે બિરાજમાન કરાયેલા ગણપતિબાપાની વિસર્જન યાત્રામાં હાજરી આપશે.
પાટીદાર અનામત આંદોલનના ચળવળકાર અને પાસના સક્રિય સભ્ય નિલેશ એરવાડિયાએ હાર્દિક પટેલની મોરબી મુલાકાત અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આવતીકાલે હાર્દિક પટેલ અને તેની સાથે રાજદ્રોહના આરોપ સબબ જેલમાં ગયેલા આઠ પાટીદાર યુવાનો મોરબીના મહેમાન બની રહ્યા છે

વધુમાં બપોરે એક વાગ્યે નિલેશ એરવાડિયાના નિવાસ સ્થાન અવની ચોકડી ખાતેથી તેમના ઘેર બિરાજમાન થયેલા ગણપતિબાપાની વિશાલ વિસર્જન યાત્રા શરૂ કરવામાં આવશે જે બાપા સીતારામ ચોક થઈ નવા બસસ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી બાઉપાસ થઈ પાટીદાર યુવાનોની વિશાળ હાજરી વચ્ચે ગાળા ગામ તરફ રવાના થશે.

- text

બાદમાં ગાળા ગામ ખાતે હાર્દિક પટેલ અને તેની પાટીદાર સેના ચાય પે ચર્ચા કરી હળવદ તરફ આગળ વધશે અને હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ સાંજે ટીકર ખાતે વિશાળ સભાને સંબોધવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના જેલવાસ ને કારણે મોરબી પાસના અગ્રણી નિલેશ એરવાડિયાએ એવી માનતા રાખી હતી કે જ્યાં સુધી હાર્દિક જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી પોતે ગણેશ વિસર્જન નહીં કરે અને હાર્દિકની મુક્તિબાદ તેના હસ્તે જ ગણેશ વિસર્જન કરવામાં આવશે જેને પગલે આવતીકાલે ટીમ હાર્દિક મોરબી આવી રહી છે.

- text