સિરામિક ઉદ્યોગ જીએસટી મામલે કાલે ગૌરવ યાત્રામાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવશે

- text


જીએસટીના કારમાં ઘા સમાન ટેક્સથી મોરબીના ૩૦ થી ૪૦ ટકા કારખાના બંધ : મોરબી સિરામિક એસોસિએશન

મોરબી : જીએસટી કાઉન્સિલ સમક્ષ અનેકાનેક રજુઆત છતાં સિરામિક પ્રોડક્ટ ઉપરનો ૨૮% તોતિંગ ટેક્સ ઘટાડવામાં ન આવતા મોરબીના ૩૦ થી ૪૦% સિરામિક એકમો બંધ થઈ જતા આજે સીરામીક એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ બોલાવી તાત્કાલિક જીએસટી ઘટાડવાની માંગ સાથે કાલે ગૌરવ યાત્રામાં મોરબી આવી રહેલ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવનાર હોવાનું જાહેર કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા, સેનટરી એસોસિએશનના કિરીટભાઈ પટેલ અને ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રફુલભાઈ દેત્રોજાએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપતા જણાવ્યું હતું કે જીએસટીને કારણે છેલ્લા ત્રણ માસથી સીરામીક એકમોની હાલત કફોળી બની છે. અંદાજે ૩૦થી૪૦% એકમો બંધ થયા છે અને દિવાળી સમયે જ કારમી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધુમાં એસોસિએશનએ ઉમેર્યું હતું કે ૧૦ લાખ લોકોને રોજગારી પુરી પાડતા સીરામીક ઉદ્યોગ દ્વારા જીએસટી ઘટાડવાની માંગ સાથે અનેકવિધ રજુઆત કરી છે પરંતુ સરકાર દ્વારા કોઈ રાહત આપવમાં આવી નથી.
આ સંજોગોમાં ગઈકાલે જીએસટી કાઉન્સિલના નિર્ણય પર મિટ મંડાયેલી હતી પરંતુ એમ પણ નિરાશા સાંપડી હોવાનું દુઃખ સાથે ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.
દરમિયાન આવતીકાલે મુખ્યમંત્રીની આગેવાની હેઠળ મોરબી આવી રહેલી ગુજરાત ગૌરવ યાત્રામાં તાત્કાલિક જીએસટી ઘટાડવાની માંગ સાથે મોરબી સીરામીક એસોસિએશન વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવશે તેવી જાહેરાત કરી છે.

- text

- text