શેર વિથ સ્માઈલ…પ્રગતિ ક્લાસિસનાં વિદ્યાર્થીઓએ ખુશી વહેંચવાનો આનંદ લીધો !

- text


નવરાત્રી પર્વે ગરીબ બાળકો ને આઈસ્ક્રીમ ખવડાવી કરી અનોખી ઉજવણી
આજના યુવાનો/વિદ્યાર્થીઓ બગડી ગયા છે, વંઠી ગયા છે એવી ફરીયાદો મોટાભાગનાએ સાંભળેલી હશે પણ મોરબીના પ્રગતિ કલાસીસ ના વિદ્યાર્થીઓ અલગ જ માટીના છે આજે એમણે બધાએ પોતાની પોકેટમની બચાવી ગરીબ બાળકોને મદદ કરવાનું વિચાર્યું અને આ ભગીરથ કાર્ય કરી પણ બતાવ્યું.

આજનો દિવસ પ્રગતિ ક્લાસિસનાં સ્ટુડન્ટ અને ટીચર્સ માટે ખાસ રહ્યો. કેટલાયે માસુમ ચહેરા પાછળ છુપાયેલું, દબાયેલું એના હકનું સ્મિત પાછું લાવવા માટે નીરવ માનસાતા અને ક્લાસિસનાં શિક્ષક મિત્રો અજયભાઇ ધાંધલ્યા, ચીરાગભાઇ પટેલ અને તેમના પ્રિય વિદ્યાર્થીઓ,આ અંગે નિરવ માનસેતા કહે છે કે હું ધો.10ના વિદ્યાર્થીઓને થોડા દિવસ પહેલા અંગ્રેજી વિષયનો એક પાઠ ભણાવી રહ્યો હતો જેમાં ‘અરુણ કૃષ્ણમૂર્તી’ દ્વારા કરવામાં આવેલ પર્યાવરણને લગતા સામાજિક કાર્ય વિશેની માહિતી આપેલ છે. આ પાઠ પરથી પ્રેરણા લઇ વિદ્યાર્થીઓએ પોતે પણ કાંઈક સોશિયલ એક્ટિવિટી કરવા માટે ઉત્સાહ બતાવ્યો, અને પછી ચાલું થયું ‘પૂઅર ચાઇલ્ડ વેલફેર એક્ટિવિટી’ માટે સેવિંગ્સ…
એકાદ મહિનામાં બાળકોએ પોતાની પોકેટમની માંથી 1300/- જેટલી રકમ બચાવી અને થોડી રકમ અમે શિક્ષકોએ જોડી,

- text

જેની ફલશ્રુતિ સ્વરૂપે બધાએ વિચાર્યું કે આપણે બધા તો વારે તહેવારે આઇસક્રીમ ખાઇએ જ છીએ પણ આ ઝૂપડપટ્ટી વાળા બાળકોને કોણ ખવડાવે…! આખરે એ પણ બાળક છે એને પણ સામાન્ય બાળકો જેવા જ અરમાનો હશે. એ હેતુથી આજે લગભગ બાળકોના કન્ટ્રીબ્યૂશનથી જ અમે 160 થી પણ વધુ બાળકો સુધી પહોંચી શક્યા અને આપણે ખાતા હોય એવી જ ગુણવત્તા વાળી આઇસક્રીમ આ બાળકોને પણ ખવડાવી નવરાત્રીની ઉજવણી કરી.

ગરિબ બાળકોની આ પરિસ્થિતિ જોઇ કંપારી છૂટી ગઇ… અને દુ:ખ પણ થયું કે કેમ આપણે હજી એટલા અસમર્થ છીએ કે આપણે શિક્ષણ, આવાસ, કપડાં કે ખોરાક જેવી જરૂરીયાતો પૂરી નથી કરી શકતાં કે પછી આપણે સ્વાર્થી બની ગયાં છીએ? આપણે આપણા સીવાય કોઈનું સારું કરવા જ નથી માંગતા? ખેર આનંદ એ વાતનો છે કે નવી પેઢી હવે જાગૃત થઇ રહી છે, બદલાવ લાવવા માટે પ્રયત્નો કરી રહી છે. ભવિષ્ય સુરક્ષિત દેખાઈ રહ્યું છે. આટલી નાની ઉંમરે પણ આ બાળકો આટલી સરસ પ્રવૃત્તિ કરીને દાખલો બેસાડી રહ્યાં છે. દરેક બાળકને આવી પ્રવૃત્તિઓમાં રસ જાગે અને આ જોઈને બાળકો મૂલ્યલક્ષી શિક્ષણ મેળવવા પ્રેરાય એ અપેક્ષાએ પ્રગતિ ક્લાસિસનાં સંચાલકોએ અંતરની વ્યથાની લાગણી સૌ સાથે વહેંચી હતી કદાચ એકાદ યુવાન પણ આ વાચીને પ્રેરાય અને આવા સામાજિક કાર્યો કરતો થાય બસ એ જ હેતુ મહત્વનો છે.

- text