મધ્યપ્રદેશની યુવતીને બચાવી લેતી ૧૮૧ ટીમ

- text


મામા-મામીના ત્રાસથી ભાગેલી યુવતીનું બહેન સાથે મિલન કરવાયું

- text

મોરબી:મોરબીમાં અભયમ ૧૮૧ની ટીમ દ્વારા બે દિવસ પૂર્વે પ્રેમભગ્ન યુવતીને આપઘાત કરવા જતી વેળાએ અટકાવી જિંદગી બચાવનાર ટીમ ૧૮૧ દ્વારા મધ્યપ્રદેશની હતાશ યુવતીની પણ જિંદગી બચાવી બહેનને કબજો સોપવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ૧૮૧ અભયમની નવાઢુંવા ગામેથી થર્ડ પાર્ટી ફોન આવ્યો હતો કે એક અજાણી યુવતી મળી આવેલ છે અને તે હતાશ હોવાનું જણાવેલ,બાદમાં ૧૮૧ ની ટીમ તુરત જ ઘટના સ્થળે પહોંચી હતી.
દરમિયાન હતાશ યુવતીએ ૧૮૧ પોતાની કરુંણ કથની વર્ણવી જણાવ્યું હતું કે તેની માતા પિતા 2 મહિના પહેલા ગુજરી જતા પોતાના મામા-મામી સાથે રહેવા આવી હતી પરંતુ માનસિક શારીરિક ત્રાસ આપી ચાર દિવસ પૂર્વે તેણીને સળગાવી નાખવા પ્રયાસ કરવામાં આવતા તે ઘર છોડી નાસી ગઈ હતી.
દરમિયાન ૧૮૧ અભયમના કાઉન્સિલર જાગૃતિ મકવાણા અને પાયલોટ રાજેશ ભંખોડીયા દ્વારા યુવતીનું કાઉન્સિલિંગ કરી સમજાવતા તેણીની બહેન ગોંડલ ખાતે રહેતી હોવાનું જણાવતા આ અજાણી મધ્યપ્રદેશની યુવતીની જિંદગી બચાવી બહેનને સોંપવાની કામગીરી કરી હતી.

- text