મોરબીમાં થયું બોલીવુડ ફિલ્મ ગેમ ઓવરનું પ્રમોશન

- text


મોરબી જિલ્લાના ટંકારના વતની પ્રોડ્યુસર ડી.બાસુ અને કલાકાર સહિતની ટીમે મોરબી નવરાત્રી મહોત્સવમાં ધૂમ મચાવી

મોરબી:મોરબી જિલ્લાના ટંકારના વતની ફિલ્મ પ્રોડ્યુસર ડી.બાસુએ પોતાની આગામી હિન્દી ફિલ્મ ગેમ ઓવરનું મોરબી નવરાત્રી મહોત્સવમાં ફિલ્મના કલાકારો સાથે પ્રમોશન કર્યું હતું.

- text

ડ્રીમ મશીન,કોનિઁગ એન્ટરટેઇનમેંટ,ડ્રીમ ઈન્ટરનેશનલના બેનર પર બનેલ હિન્દી ફિલ્મ ગેમ ઓવરની ટીમ મોરબી મા ભાઈ-ભાઈ ગ્રૂપ આયોજીત શ્રી ઉમા નવરાત્રી તેમજ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.આ તકે ખેલૈયાઓ ફિલ્મ ના સોંગ એન્ટરટેઇનમેન્ટ અને ગરબા સાથે જુમી ઉઠ્યા હતા,ગેમ ઓવર ફિલ્મના કલાકાર ગુર્લીન ચોપડા, પ્રવેશીકા ચૌહાણ, પ્રસાદ શિખરે, અરહમ અબ્બાસી, જીસાન ખાન સાથે લોકો સેલ્ફી લેવા માટે ઉત્સાહિત થયા હતા.ઉલ્લેખનીય છે કે ફિલ્મના ડિરેક્ટર પરેશ વિનોદરાય સવાણી તેમજ ટંકારા મોરબીના જ પ્રોડયુસર ડી.વાસુ, પ્રકાશ ધોરીયાણી, રૂપેશ કાસુન્દ્રા, મુકેશ માકાસણા હાજર રહ્યા હતા

ફિલ્મ ગેમ ઓવર આગામી ૧૩ ઓકટોબર ના રોજ રિલીઝ થવાની છે જે એન્ટરટેઇનમેંટ,ડ્રામા,થ્રિલર, અને રોમાન્સ થી ભરપૂર છે આ તકે ગેમ ઓવર ની ટીમ તેમજ ફિલ્મ ના પ્રોડ્યૂસર ડી.વાસુ એ ગેમ ઓવર ફિલ્મ જોવાની લોકો ને અપીલ કરી હતી

- text