અંતે મોરબીમાં ફેમિલી કોર્ટ શરૂ થઈ

- text


મોરબી જીલ્લા અદાલતમાં વધુ એક કોર્ટનો સમાવેશ થયો છે. સરકાર દ્વારા મહીલાઓ માટે અલગ  ફેમીલી કોર્ટની રચના કરવામાં આવી છે. જે મોરબી ન્યાયમંદીર ખાતે ફેમીલી કોર્ટ નો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મોરબી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ રિઝવાનાબેન ઘોઘારીના હસ્તે ફેમીલી કોર્ટને ખુલ્લી મુકવામાં આવી હતી. આ કોર્ટને પ્રિન્સીપાલ જજ દેવલુક સાહેબ સંભાળશે.

- text

આ પ્રસંગે મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, મોરબી બાર એસોસિએશન પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ પી.વી.વ્યાસ, સેકેટરી અશોક ખુમાણ સહીત વિકાસ અધિકારી એસ એસ.ખટાણા તથા જીલ્લા તમામ ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટ સ્થિત ફેમીલી કોર્ટ મોરબીમાં આવી જતા મોરબી જીલ્લાના તમામ લોકોને રાજકોટના ધરમધક્કામાં રાહત મળશે. આ કાર્યકમને સફળ બનાવવા મોરબી બાર એસોસિએશએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text