યુકેના હેરોગેટમાં વાઈબ્રન્ટ સિરામિક એક્સપોનું પ્રમોશન કરાયું

મોરબી:આગામી નવેમ્બર માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો ૨૦૧૭ના પ્રમોશન માટે મોરબી સીરામીક એસોસિએશન વિશ્વભરમાં ઘૂમી રહ્યું છે ત્યારે આજે યુકેના હેરોગેટ ખાતે યોજાયેલ ફ્લોરિંગ શોમાં યુરોપના બાયરો સમક્ષ વાઈબ્રન્ટ સિરામિક એક્સપોનું પ્રમોશન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ યુ.કે.ના હેરોગેટ ખાતે આજરોજ યોજાયેલ ફ્લોરિંગ શો ૨૦૧૭ માં વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો ૨૦૧૭ ના પ્રમોશન માટે પ્રમુખ કે. જી.કુંડારીયા હાજર રહ્યા હતા.
ફ્લોરિંગ શોમાં તેમની સાથે મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા અને એકઝીબિશનની મુલાકાતે આવતા લોકોને ભારતમાં યોજાનાર વાઈબ્રન્ટ સીરેમીક એકઝીબિશનની મુલાકાત લેવા માહિતી આપી અને પ્રોત્સાહિત કર્યા હતા.