કોંગ્રેસની સરકાર આવશે તો બેરોજગારોને મહિને ૪ હજાર ભથ્થુ

- text


વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે યુવાનોનો બેરોજગરીનો મહત્વનો મુદ્દો હાથ પર લીધો

મોરબી : કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પૂર્વે યુવાનોના બેરોજગારીનાં મુદાને મહત્વ આપ્યું છે. જો પોતાની સરકાર રચાશે તો યુવાનોને શૈક્ષણિક લાયકાત મુજબ ૩૦૦૦થી લઈ ૪૦૦૦ સુધી બેરોજગારી ભથ્થુ ચૂકવવા જાહેર કરી, મોરબીમાં બેરોજગારોની નોંધણી પ્રક્રિયા હાથ ધરી હતી જે ને જબરો પ્રતિસાદ મળ્યો હતો.

- text

ગુજરાતમાં લાખો શિક્ષીત બેરોજગારોનાં મહત્વના પ્રશ્ને હાથ પર લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વની યોજના બનાવી છે. જ્યારે આગામી દિવસોમાં ૨૦૧૭ ની વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ પક્ષની સરકાર બનશે. ત્યારે બેરોજગારી નાબુદી માટે પ્રથમ તબક્કામાં ધોરણ-૧૨ પાસ યુવાનોને ૩૦૦૦ રૂપિયા ગ્રેજ્યુએશન કરેલ યુવાનને ૩૫૦૦ રુપિયા અને માસ્ટર ડિગ્રી મેળવેલ યુવાનને ૪૦૦૦ રુપિયા જેટલુ ભથ્થુ જયાં સુધી રોજગારીના મળે ત્યાં સુધી આપવાનો કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો છે.
જેના ભાગ રૂપે આજે મોરબી ખાતે રવાપર રોડ પર બાપા સિતારામ ચોકમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ૩૫૦ જેટલા યુવાનોએ આજે ફોર્મ ભરીને નોંધણી કરાવી હતી.
આ તકે પ્રદેશ મહામંત્રી બ્રિજેશ મેરજા, મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ જાકાસણીયા, જીલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા તથા જીલ્લા પંચાયત સદસ્ય અમુભાઈ હુંબલ,કોંગ્રેસ અગ્રણી બેચરભાઈ હોથી, વિજય સરડવા સહિતના આગેવાનો આ પ્રક્રીયા માં સહભાગી બન્યા હતા.

- text