ટંકારા : ત્રિવેણીનો પુલ બે મહિનામાં ત્રણ વખત તુટી ગયો : ખેડૂતોએ જાતે રિપેરિંગ શરૂ કર્યું

- text


જવાબદાર તંત્ર ન ડોકાતા ખરડો કરી રીપેર કરવા મજબુર બન્યા ખેડૂતો

ટંકારા : ટંકારા ગામના મોટાભાગના ખેડૂતોની જમીન જ્યાં આવેલી છે તે ઉગમણી દિશામાં જવા માટેનો ત્રિવેણી પુલ બે મહિનામાં ત્રણ ત્રણ વખત તૂટી જતા અંતે રોષે ભરાયેલા ખેડૂતોએ ખરડો કરી જાત મહેનત જીંદાબાદ કરી જાતે બનાવવા નક્કી કરતા તંત્ર અને રાજકીય પક્ષો માટે ઢાકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

ટંકારા ના મોટા ભાગની જમીન ઉગમણી સિમે આવેલી હોય ડેમી નદી ને ઓળંગી પોતાના ખેતરે જવુ પડે છે ત્યારે ટંકારા મા આવેલા મુસળધાર વરસાદે પુલ ના પોપડા ઉખાડી ફેંકી દીધા હતા ત્યારે તંત્ર બે બે માસ વિતીગયા છતા જવાબદારો ન ડોકાતા હોય ખેડુત પુત્રો ગિનાયા છે

- text

વેદના થી વઠેલા તંત્ર નુ મોઢુ સૂંઘવા કરતા પોતાના ખિસ્સા ખર્ચ ભેગા કરી પુલ રીપેર કરવા ખેડૂતો મજબૂર બન્યા છે અને જાત મહેનત જીંદાબાદ કરી પુલને રીપેરીંગ કરી પણ નાખ્યો છે.

ત્રિવેણી નો પુલ બે માસ મા ત્રણ ત્રણ વખત તોડી નાખ્યો છે અને હજુ કહેવાતા નેતા ડોકાયા ન હોય ભારે નારાજગી વ્યક્ત સાથે અન્નદાતા ખેત માલીકો મુસીબત મા મુકાઈ ત્યારે કેમ કોઈ ડોકાતુ નથી. તેવા વેધક સવાલો ઉભા કરી દીઇ જગતાતે રાજકારણીઓને મો પર સણસણતો તમાચો માર્યો છે.

- text