મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસના બબ્બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એલસીબી ફરલો સ્કોવડની ટીમે ઝડપી લીધો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ મૂળ માણાબા ગામનો વતની અને હાલ મોરબી કાલિકા પ્લોટ સરકાર બાવા અહેમદશા બાવા વાળી શેરીમાં રહેતા જાવીદ ઉર્ફે મિટર અલીભાઈ પલેજા/સંધી ઉ.૩૦ નામના આરોપીને એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ જાડેજા અને ફરલો સ્ક્વોડના સહદેવસિંહ જાડેજાએ બાતમીના આધારે ઝડપી લઈ એ ડિવિઝન પોલીસને જુદા જુદા બે ગુન્હાના કામે સોંપી આપ્યો હતો.

- text