હવે.. સ્પેન, નેધરલેન્ડ અને પોલેન્ડમાં સીરામીક એક્સપોનું પ્રમોશન

- text


સિરામિક એસોસિએશન પ્રમુખ કુંડારીયા, જેતપરિયા સહિત 12 ઉદ્યોગકારો ત્રણ દેશના પ્રવાસે

- text

મોરબી : આગામી નવેમ્બર માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોના પ્રમોશન અને વિદેશી બાયરો સાથે ગેટ ટુ ગેધર માટે સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયા અને નિલેશ જેતપરિયા સહિત 12 ઉદ્યોગકારો આજથી ત્રણ દેશોના પ્રવાસે રવાના થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ આગામી નવેમ્બર માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોના પ્રમોશન અને વિદેશી ખરીદદારો સાથે મિટિંગ માટે સિરામિક એસો.પ્રમુખ કે.જી.કુંડારીયા અને નિલેશભાઈ જેતપરિયા સહિતના ઉદ્યોગકારો અમદાવાદથી રવાના થયા હતા.
સૌ પ્રથમ તેઓ પોલેન્ડના વર્ષોવ ખાતે ત્યાંના ઇમ્પોર્ટર, બાયર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેઇલર વેરહાઉસ સંચાલકો અને મેન્યુફેક્ચરરને મળશે અને વાઈબ્રન્ટ સીરામીકમાં પધારવા આમંત્રણ આપશે. આ તકે ભારતના એલચી અજય બીસરિયા ખાસ હાજર રહેશે.
બાદમાં તારીખ ૧૨ સપ્ટેમ્બરના રોજ સિરામિ ક એસોસિએશન દ્વારા કેસ્ટેલોન સ્પેન ખાતે ભારતીય રાજદૂત વ્યંકટેશ વર્માની ઉપસ્થિતિમાં સ્પેનના ઇમ્પોર્ટર ડિસ્ટ્રીબ્યુટર સાથે સીરામીક એસોસિએશન ગેટ ટુ ગેધર કરી બી ટુ બી મિટિંગ કરશે.
આ ઉપરાંત તારીખ ૧૪ ના રોજ સીરામીક એસોસિએશન મોરબી અને ઓકટાગોન દ્વારા નેધરલેન્ડ ખાતે વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો સમિટનું પ્રમોશન કરવામાં આવશે જેમાં ભારતીય દૂતવાસના રાજદ્વારી મી.વેણુ રાજમોની ખાસ ઉપસ્થિત રહેશે અને એક્સ્પો અંગે નેધરલેન્ડના બાયર્સ, ઇમ્પોર્ટરસ, ડિસ્ટ્રીબ્યુટર્સ, રિટેઇલરો સાથે બી ટુ બી મુલાકાત યોજી નવેમ્બર માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સીરામીક એક્સપોમાં પધારવા આમંત્રણ પાઠવશે.

- text