મોરબી : જુગાર રમતા દશ પકડાયા : ૩૪૫૦૦ રોકડા જપ્ત

- text


મોડીરાત્રે ત્રણ વાગ્યે એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો

મોરબી : મોરબીના પંચાસરરોડ ઉપર ઉમાહોલ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા દશ શખ્સોને પોલીસે મોડીરાત્રે ઝડપી લઇ રૂપિયા ૩૪૫૦૦ની રોકડ જપ્ત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રે અત્રેના પંચાસર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે ડી સ્ટાફના ચકુભાઇ રબારીએ દરોડો પડતા ઉમા હોલ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા મોરબી અને કુંતાસી ગામના દસ શખ્સો ઝડપાઇ ગયા હતા.
ઝડપાયેલા જુગારીઓમાં મનીષ અવચરભાઈ પટેલ, બિપિન લખમણભાઈ પટેલ, મનસુખભાઇ સાવજીભાઇ પટેલ, દિલીપ પ્રવીણભાઈ પટેલ, કલ્પેશ બચુભાઇ પટેલ, નયન મગનભાઈ પટેલ, નિકુંજ મનસુખભાઇ પટેલ, મહેન્દ્ર મનસુખભાઇ પટેલ, ભરત મહાદેવભાઈ પટેલ અને મનસુખભાઇ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે ઘટના સ્થળેથી ગંજીપાના અને રૂપિયા ૩૪૫૦૦ રોકડા જપ્ત કર્યા હતા આ મામલે વધુ તપાસ ડી સ્ટાફ એ.એસ.આઇ.ગામેતી ચલાવી રહ્યા છે.

- text

- text