માળીયા તાલુકાના સરપંચોને રાજકીય પક્ષના થપ્પા લગાવાતા ભારે રોષ

- text


નર્મદા યાત્રા સમયે સરપંચો, ખેડૂતોમાં રોષ છે તેવા સમયે જ નામ નંબર અને પક્ષના લેબલ લાગતા સરપંચો આગ બબુલા

માળીયા(મી) : માળિયા તાલુકાના ચુંટાયેલા સરપંચો નુ રાજકીય પક્ષોના સિમ્બોલ હોય તે રીતે સરપંચો તરીકેનુ લીસ્ટ સોશિયલ નેટવર્ક ઉપર વાયરલ થતા સરપંચોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચોના નામ અને નંબર સહિતનુ રાજકીય પક્ષો ના સિમ્બોલથી ચુંટાયેલા સરપંચો નુ લીસ્ટ સોશિયલ નેટવર્ક ઉપર વાયરલ થતા રીતસરના સરપંચો ગુસ્સે ભરાયા હતા,આમ તો ગ્રામ પંચાયત ની ચુટણીમાં સભ્યો અને સરપંચ ફક્ત ચુંટણી પંચે ફાળવણી કરી આપેલ નિશાન જેવા કે ભમરડો કાતર પતંગ જેવા નિશાનો ફાળવી ચુંટણી લડતા હોય છે અને નિષ્પક્ષ રીતે પોતાની ફરજ બજાવતા હોય છે અને ગ્રામ્ય વિકાસના કામો કરતા હોય છે જેને ચુંટણી કોઈ રાજકીય પક્ષોના સિમ્બોલ ઉપર નથી લડતા જેના લીધે ક્યા પક્ષો સાથે જે તે ગામના સરપંચો ચુટાણા તે કહેવુ બહુ મુશ્કેલ હોય છે પણ ચુટણી પતે કે રાજકીય પક્ષો પોત પોતાના પક્ષો સાથે આવા સરપંચોના નામો જોડીને એકબીજા ના સરપંચ ચુટાણા તેવા ફિગર આપતા હોય છે જે વાહિયાત ભર્યા હોય છે અને પોત પોતાના પક્ષો ના સરપંચ બહુમતી ધરાવે છે તેવા કાવાદાવા કરતા રીતસર નજરે પડતા હોય છે હાલ સરપંચોની ચુટણી તો નથી પણ વિધાનસભાની ચૂંટણી નજીક છે માટે મતદારોને રીઝવવા જે તે ગામના સરપંચ અમારા પક્ષમાંથી છે સાચા ખોટા કાવાદાવા કરવામાં આવ્યા હતા હદ તો ત્યારે થઈ કે જે તે ગામના સરપંચો ને કોઇ જાણકારી નથી ને સોશિયલ નેટવર્ક ઉપર એક લીસ્ટ સરપચોના નામ અને ફોન નંબર સાથે ફરતુ થતા સરપંચો ગીનાયા હતા હમણા બે દિવસ પહેલા સરકારની તરેહ તરેહ ની જાહેરાતો પાટીદારો નો અસંતોષ અને માળિયા તાલુકાની હાલાકીથી સરપંચોએ સરકારથી મોઢૂ ફેરવી લેતા નર્મદા યાત્રાનુ આગમન તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોષને પારખી જે તે ગામના સરપંચોની જગ્યાએ કાર્યકરોના નામ અને નંબર નુ લીસ્ટ બહાર પડેલ જેમા ઘણા સરપંચોએ સવાલ ઉઠાવ્યા કે રાજ્ય સરકારની નર્મદા યાત્રા છે જેમા ગામનો પહેલો આગેવાન સરપંચ હોય નહિ કે જે તે પક્ષનો કાર્યકર અને રોષ ફેલાયો હતો જેની ગરમી પારખી આજે ફરીથી એક નવુ લીસ્ટ બહાર પડ્યુ જેમા છ ગામો ચમનપર. દેરાળા. તરધરી. નવા ઘાટીલા. નવાગામ. અને સરવડ ગામને કોગ્રેસના સરપંચ તથા અન્ય 30 ગામોના ભાજપ સરપંચો નુ લીસ્ટ જાહેર સરપંચો રોષે ભરાયા હતા.
આ અંગે મોરબી અપડેટ દ્વારા બગસરા ગ્રામ પંચાયત ના સરપંચને ફોન કરી પુછતા તેવોએ સ્પષ્ટ કહી દિધુ કે અમારો કોઇ પક્ષ નથી હોતો અને અમે આવી વાહિયાત વાત સાથે સહમત નથી. જયારે તરઘરી સરપંચ ભાવેશભાઇ સાવરીયા સાથે વાત કરતા તેવોએ જણાવ્યુ કે હૂ પહેલાથી જ ભાજપ સ્પોર્ટસ રહ્યો છુ પણ એક વર્ષ પહેલા તરધરી ચાચાવદરડા રોડ નુ ખાર્ત મુર્હત કરવામાં આવેલ છતા રોડનુ કામ ન થતા મે વિરોધ દર્શાવતા હવે મારુ નામ આ લીસ્ટમાં કોગ્રેસમાં જોડવામાં આવ્યુ છે જે જાણીને મને પણ નવાઈ લાગી અને અમે કોઈ પક્ષના સિમ્બોલ સાથે નથી ચુંટાઈ આવ્યા માટે આવુ કરનારના હેતુ સહેલાઇથી સમજાય છે અને એકબીજા સરપંચો વચ્ચે વિગ્રહ ઉભુ કરવાનો આ ષડયંત્ર છે.

- text

- text