મોરબી – હળવદ હાઇવે ઉપર બાઈકને ઠોકર મારી સ્વીફ્ટ કારના ચાલકે બે કારના કાચ ફોડ્યા

- text


બાઈક ચાલકને હોટલે બોલાવી ઝઘડો કરી મારામારી કરવાની સાથે પતાવી દેવાની ધમકી આપી

મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર પસાર થતા બાઇકને ટક્કર માર્યા બાદ લાજવા ને બદલે ગાજેલા આંદરણા ગામના શખ્સે બાઈક ચાલકને આગળની હોટલ ઉભો રાખી ઝઘડો કરી બાઈક ચાલકના પિતા સહિતના લોકોને માર મારી બે ગાડીના કાચ ફોડી નાખી હળવદ હાઇવે ઉપરથી હવે પછી પસાર થશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા અને પતરા કૈચીનું કામ કરતા પ્રહલાદભાઇ કરશનભાઇ સુરાણી ઉ.42 નામના યુવાને આરોપી વીનું ભરવાડ રહે.આંદરણા તા.મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.30ના રોજ તેઓ તથા તેંમના પુત્ર સહિતના લોકો કારખાનામાં કામ કરી વાંકડાથી આંદરણા તરફ જતા હતા ત્યારે એક સ્વીફ્ટ કારના ચાલકે તેમના પુત્રના બાઈક સાથે ગાડી ભટકાડી હતી.

- text

બાદમાં પ્રહલાદભાઈના પુત્રએ સ્વીફ્ટ કારના ચાલકને ગાડી ધીમે ચલાવવાનું કહેતા આરોપીએ આંદરણાથી ચરાડવા જતા આવતી ભૈરુનાથ હોટલે આવવા જણાવી ત્યાં વાત કરવાનું કહેતા પ્રહલાદભાઈના પુત્ર દશરથે પાછળ કારમાં આવી રહેલા પિતાને બનાવની જાણ કરી ભૈરુનાથ હોટલે બોલાવતા પ્રહલાદભાઈ તેમની કાર લઈને અને તેમના ભત્રીજા મજૂરોને લઈને જતી ઇકો સાથે ભૈરુનાથ હોટલે પહોંચતા આરોપી વીનું ભરવાડ રહે.આંદરણા વાળો તેમજ અજાણ્યા ત્રણ માણસોએ લાજવાને બદલે ગાજી તમામ લોકોને ધોકા વડે માર મારી, ગાડીના કાચ તોડી નાખી હવે પછી હળવદ રોડ ઉપર નીકળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text