અધિકારી કડક હાથે કામ કરવા મંડ્યા છે…..મોરબીની ડિઝાઇન ફરી ગઈ : કાંતિલાલ

- text


મારા ચૂંટાવાથી મોરબીમાં 60 ટકા સ્થિતિ સુધરી ગઈ, ગાંધીનગરમાં શપથવિધિ પૂર્વે ધારાસભ્ય કાંતિલાલનો હુંકાર

મોરબી : મોરબીમાં પ્રચંડ બહુમતી સાથે ચૂંટાઈ આવેલા ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ આજે ધારાસભ્ય તરીકે શપથવિધિ પૂર્વે જણાવ્યું હતું કે, મારા ચૂંટાયા બાદ મોરબી શહેર અને જિલ્લાની 60 ટકા સ્થિતિ સુધરી છે અને અધિકારીઓ કડક હાથે કામગીરી કરતા થતા મોરબીની ડિઝાઇન બદલી ગઈ છે.

મોરબીમાં છેલ્લા દસેક દિવસથી જિલ્લા પોલીસવડા દ્વારા સામાજિક સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી ગુન્હેગારોને પાસા તળે જેલભેગા કરવાની સાથે અવાર-નવાર ગુન્હા આચરતા માથાભારે તત્વોને હદપાર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાના ચૂંટાઈ આવ્યા બાદ મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો આવ્યો હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, અધિકારીઓને કડક હાથે કામ લેવા સૂચના આપવામાં આવી છે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબીમાં પાછલા બે ત્રણ વર્ષમાં જે સ્થિતિ નિર્માણ થઇ હતી તેમાં સુધારો આવવાની શરુઆત થઇ ગઈ છે હાલમાં મોરબીમાં સાવ શાંતિ છે, વાતાવરણ સુધારી ગયું છે અને તમામ અધિકારીઓને કામે લગાડી મોરબી જિલ્લો આખો ક્લીન રહેશે તેવી જનતાને ખાતરી આપું છું અને અધિકારીઓ દોડશે તેવી પણ પ્રજાને ખાતરી આપી વિકાસના કામ ઝડપી થાય તે પણ જોવાની અમારી જવાબદારી હોવાનું તેમને જણાવ્યું હતું.

- text