મોરબીમાં તા.20 ડિસેમ્બરે વીજ સલામતી અને વીજ બચત રેલી યોજાશે

- text


મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તારીખ 14 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ઉર્જા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આ ઉજવણી અંતર્ગત આગામી તારીખ 20 ડિસેમ્બરના રોજ વીજ સલામતી અને વીજ બચત રેલી મોરબી ખાતે યોજાશે.

વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા અને અવગત કરાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ મોરબી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવશે. અને જન જાગૃતિ ફેલાય તે માટે પ્રયત્ન કરાશે. વર્તુળ કચેરી મોરબીના અધિક્ષક ઈજનેર બી.આર. વડાવીયાના જણાવ્યા પ્રમાણે આ રેલી, પાવર હાઉસ કમ્પાઉન્ડથી મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, નગર દરવાજા, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ થઇ ભક્તિનગર સર્કલએ પૂર્ણ થશે.

- text

- text