મોરબીના જેતપર ગામે તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં ત્રણ મકાનના તાળાં તૂટ્યા

- text


ત્રણ મકાનમાંથી એક મકાનમાં ભાડુઆત તરીકે રહેતા વીજ કર્મચારી પ્રસંગે બહાર ગયા બાદ તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું

મોરબી : મોરબીના જેતપર ગામે તસ્કરોએ ગતરાત્રે તરખાટ મચાવીને ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા અને ત્રણ મકાનના તાળા તૂટ્યા હતા. જો કે ત્રણ મકાનમાંથી એક મકાનમાં ભાડુઆત તરીકે રહેતા વીજ કર્મચારી પ્રસંગે બહાર ગયા બાદ તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું હતું.

મોરબીના જેતપર મચ્છુ ગામના લોકોના જણાવ્યા મુજબ ગતરાત્રે તસ્કરો તેમના ગામમાં ત્રાટકયા હતા અને ગામના ત્રણ મકાનના તાળા તોડ્યા હતા. જેમાં જેતપરની મોચી શેરીમાં આવેલ અને હાલ મોરબી રહેતા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પણ આ મકાન વર્ષોથી બંધ હોય તસ્કરોને તેમાંથી કાઈ હાથ લાગ્યું ન હતું. ઉપરાંત ટાંકીવાળી શેરીમાં તસ્કરોએ બે મકાનના તાળા તોડ્યા હતા. જેમાં એક મકાનમાં ભાડુઆત તરીકે રહેતા વીજ કર્મચારી પરિવાર સાથે બહાર ગયા હોવાથી તેમના બંધ મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી થઈ હોવાની માહિતી મળી છે.

જો કે, આ વીજ કર્મચારી બહારગામથી પરત આવે ત્યારે જ કુલ કેટલા મુદામાલની ચોરી થઈ તેની હકીકત બહાર આવશે. જ્યારે બીજુ મકાન પણ બંધ હાલતમાં હોય અને મકાન માલિક મોરબી રહેતા હોવાથી આ મકાનમાંથી પણ તસ્કરોને કઈ હાથ લાગ્યું ન હતું. જો કે એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટતા પોલીસના નાઈટ પેટ્રોલીગ સામે સવાલ ઉઠ્યા છે.

- text

- text