મોરબી : સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું 

- text


મોરબી : સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરતા આવ્યા છે પરંતુ કોરોના કાળ ના કારણે 2 વર્ષથી સ્નેહમિલન થઇ શક્યું ન હતું. ત્યાર બાદ ઝુલતાપુલ દુર્ઘટના કે જેમાં આખું મોરબી શોકાકુળ બનેલ તેને ધ્યાન માં રાખીને સ્નેહમિલન નો કાર્યક્રમ મોકૂફ રાખેલ હતો જે ગઈ કાલે તારીખ 18ના રોજ ભરતવન ફાર્મ,ભરતનગર ખાતે ઉત્સાહભેર યોજાયો હતો.

મોરબીના ભરતનગર ખાતે ઉધરેજા પરિવાર સ્નેહ મિલનમાં સૌપ્રથમ કોરોના અને પુલ દુર્ઘટના ના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી જેમાં પરિવારના વડીલો, પરિવારના ડોક્ટરોનું અભિવાદન કર્યું હતું તથા પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કરી વિધાર્થીઓને શિલ્ડથી લઈ લેપટોપ તથા સ્કુટી આપી સન્માન કરીને પરિવારના બધા જ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ તકે પરિવારના આગેવાનો તથા વિધાર્થીઓએ સામાજિક જીવનને આવરી લેતાં વિષયો પર પોતાના વક્તવ્યો રજુ કર્યા હતા અને પરિવારની મહિલાઓ માટે રાસ ગરબાનું પણ આયોજન કરેલ હતું સમારોહના અંતે રાષ્ટ્રગાન ગાઈને સ્નેહમિલન સંપન્ન કરવામાં આવ્યું હતું.

- text

- text