મોરબીનો વધુ એક માથાભારે શખ્સ પાસા તળે જેલ ભેગો 

- text


મોરબી : મોરબી શહેરના મકરાણીવાસમાં રહેતો નદીમ ઉર્ફે ઢાળીયો અબ્દુલભાઇ બ્લોચ નામનો આરોપી અવાર-નવાર મારામારીના ગુન્હા કરવાની ટેવ વાળો હોય જિલ્લા પોલીસવડા દ્વારા પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને પાસા તળે જેલમાં ધકેલવા દરખાસ્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા નદીમ ઉર્ફે ઢાળીયો અબ્દુલભાઇ બ્લોચની અટકાયત કરી સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

- text

- text