હડમતિયા ગામે નુતન ભારત સંકલ્પ શપથ ગ્રામસભામાં કાગડા ઉડ્યા

- text


ટંકારા તાલુકાના હડમતિયા ગામે સરકાર દ્વારા ” નુતન ભારત સંકલ્પ શપથ” ગ્રામસભાનું મામલતદારશ્રીઅે આયોજન કરેલ પણ આ ગ્રામસભામાં સરપંચશ્રી ખુદ જાણ ન હોવાથી મોડા આવ્યા. તથા સભ્યશ્રીઅોને પણ તલાટીશ્રીઅે આ બાબતની જાણ ન કરેલ તેવું પંચાયત સદસ્યોશ્રી અને સરપંચનું કહેવુ છે અને ગણ્યા ગાઠીયા ગામલોકોઅે ચોખ્ખું સંભળાવી દિધું કે…અાગલી ગ્રામસભાના સાબુ ફેકટરી બંધ કરવી, ઉકરડાના પ્રશ્નો, પાણી પ્રશ્નો, અન્નપુરવઠાના પ્રશ્નો જેવા અનેક પ્રશ્નોનો કોઈ નિકાલ ન આવતા અમે આ સભાનો બહિષ્કાર કરીઅે છીઅે. તમે આવા સરકારી તાયફા બંધ કરોનું ગામલોકોઅે તેમજ સરપંચશ્રીઅે સંભળાવી દિધેલ અને ગામલોકોને આ સભામાં કોઈઅે સહી ન કરવાનું જણાવેલ. “નુતન ભારત સંકલ્પ સપથ” ૧૫ અોગષ્ટના દિવસે ગામલોકોઅેે સપથ લઈ લિધેલ છે તો આવા તાયફા બંધ કરવા ગામલોકો જણાવી દેતા ગ્રામસભા વિખેરાય જતા ગ્રામ સભામાં કાગડા ઉડતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

- text

- text