લાલબાગ કા રાજાની મૂર્તિના મુંબઈના કારીગરોએ બનાવી સિદ્ધિવિનાયક કા રાજાની અદભુત મૂર્તિ

- text


મુંબઈ ટુ મોરબી : મુંબઈથી સિદ્ધિવિનાયક કા રાજાની મૂર્તિનું આગમન

મોરબી : મોરબી જિલ્લાની શાન ગણાતો ગણપતિ મહોત્સવ એવા સિદ્ધિ વિનાયક કા રાજા મોરબી માટે મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગ કા રાજાનું નિર્માણ કરનાર કલાકારોના હાથે નિર્માણ પામેલી વિશાળકાય મૂર્તિનું આગમન થઈ ગયું છે.
મોરબીના લીલાપર સ્થિત રામોજી ફાર્મ ખાતે યોજાતા સિદ્ધિ વિનાયક કા રાજાની અદભુત અપ્રિતમ પ્રતિમાનું આ વર્ષે મુંબઈના કુશળ કલાકારો કે જે લાલબાગ કા રાજાની પ્રતિમા બનાવે છે તેમના હાથે નિર્માણ થયેલી પ્રતિમા આ વર્ષે ખાસ મંગાવવામાં આવી હોવાનું આયોજક અરવિંદભાઈ બારૈયાએ જણાવી ઉમેર્યું હતું કે આ વર્ષે ૧૭ ફૂટ હાઈટની વિશાળ મૂર્તિ નું સ્થાપન કરવામાં આવશે. વધુમાં અરવિંદભાઈ બારૈયાએ ઉમેર્યું હતું કે દરવર્ષની જેમ આ વર્ષે પણ બાપાના આગમન પ્રસંગે વિઘ્નહર્તા દેવનો વિશેષ હવન કરી સિદ્ધિવિનાયક કા રાજાના આગમનને વધવવામાં આવશે.
છેલ્લા નવ વર્ષથી થતા આ આયોજનમાં આ વર્ષે બે લાખ ચોરસફૂટ વિશાળ જગ્યામાં ગણેશોત્સવનું આયોજન કરાયું છે જેમાં બાળકો માટે અલાયદા ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી બાળકો માટે મનોરંજનના સાધનો ઉપલબ્ધ બનાવવમાં આવ્યા છે. દરમિયાન સિદ્ધિવિનાયક કા રાજા દુંદાળા દેવની આ પ્રતિમાને વિશેષ શણગાર સજાવવામાં આવી રહ્યા છે અને ક્રિસ્ટલ આભૂષણો થકી બાપાની સજાવી આવતીકાલથી જાહેર જનતાને દર્શન માટે પંડાલ ખુલ્લો મુકવામાં આવશે.

 

- text