જુઓ VTV ગુજરાતી ચેનલ પર શુક્રવારે સાંજે 5.30 કલાકે મોરબી વિધાનસભા બેઠકે પર ગરમાગરમ ચર્ચા

- text


VTV ના સમરાંગણ 2017 કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં યોજાયેલી રાજકીય આગેવાનોની ડિબેટ

મોરબી : વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની અતિ મહત્વની ગણાતી મોરબી વિધાનસભા બેઠક પર ગુજરાતની જાણીતી VTV ગુજરાતી ચેનલ દ્વારા ચાલતા લોકપ્રિય ચૂંટણી કાર્યક્રમ સમરાંગણ 2017 અંતર્ગત મોરબીમાં રાજકીય આગેવાનોની ડિબેટ યોજવામાં આવી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ સહિતના આગેવાનો વચ્ચે મોરબીની સમસ્યા, પ્રશ્નો, વિકાસ સહિતના મુદ્દા પર વિસ્તાર પૂર્વક ચર્ચા યોજાઈ હતી. જેમાં ભારે ગરમાગરમી પણ સર્જાઈ હતી. આ ડિબેટ તારીખ 25 ઓગસ્ટને શુક્રવારે સાંજે 5.30 કલાકે VTV ગુજરાતી ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમનું રિપીટ ટેલિકાસ્ટ તે જ દિવસે રાત્રે 11.30 કરવામાં આવશે. આ વિશેષ કાર્યક્રમમાં સીટીંગ ધારાસભ્ય, વિપક્ષના મેમ્બરો મોરબી વિધાનસભા બેઠકને લઈ આરોપ-પ્રત્યારોપનો એક-બીજા પર મારો ચલાવશે તો આ કાર્યક્રમ નિહાળવા મોરબી જિલ્લાવાસીઓને મોરબી VTVના રિપોર્ટર હરનિશ જોશી દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

- text