વાંકાનેરમાં ઘર માંથી ચોર ૨૨,૦૦૦ નો હાથફેરો કરી ફરાર

- text


વાંકાનેર : વાંકાનેરમાં રાત્રે જ્યારે પરિવાર ઉઘતો હતો. તે દરમિયાન ચોરએ ઘરની બારી માંથી પ્રવેશ કરી કબાટમાં માંથી રોકડ ૭૦૦૦ અને ૨ ફોન લઇ ફરાર થઇ ગયા હતા.

- text

વાંકાનેર નાની બજાર મેહુલ ટેલીકોમ સામે શેરીમાં રહેતા હુસેનભાઈ અબ્બાસભાઈ (ઉ.૫૦)એ ફરિયાદ નોંધાવી છે કે, તા. ૧૯-૮ ના રોજ રાત્રે ૨:૩૦ આસપાસ તે પોતાના પરિવાર સાથે ઘરમાં સુતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ઘરના પાછળના ભાગની બારીમાંથી પ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટમાં ૭૦૦૦ રોકડ તેમજ ૨ ફોન જેની કિમત.૧૫,૦૦૦ એમ કુલ ૨૨,૦૦૦ મુદામાલ લઇ ફરાર થઇ ગયો હતો. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text